મોરબી : મોરબી જિલ્લાના આમરણ ગામ ખાતે પાંચોટિયા પરિવાર દ્વારા દિવંગતોની યાદમાં રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. સ્વ. હરિભાઈ લાલજીભાઈ પાંચોટિયા, સ્વ. વાઘજીભાઈ લાલજીભાઈ પાંચોટિયા અને સ્વ. રમેશભાઇ લાલજીભાઈ પાંચોટિયાની સ્મૃતિ નિમિતે જનસેવા ફ્રી નિદાન કેમ્પ આમરણ, નવુ ગામ (ડાયમંડનગર), કાસુન્દ્રા પરિવાર અતિથિ ભવન, ગેઇટ પાસે આગામી તા. 3ને રવિવારે સવારે 9થી 12 વાગ્યા સુધી યોજાશે. આ કેમ્પમાં ડો. ધર્મેશ ભાલોડિયા (MD (Medicine)), ડો. યોગેશ પેથાપરા (MS (Orthopedic)) અને ડો. કૌશલ ચિખલીયા (DOMS (Ophthal)) સેવા આપશે. કેમ્પ વિશે વધુ માહિતી માટે દિલીપભાઇ પાચોટીયા (મો. 99251 91501)નો સંપર્ક કરી શકાશે. કેમ્પમાં ઉપલબ્ધ સુવિધા મુજબ ફ્રી દવાઓ અપાશે. અને સુગરની ચકાસણી તેમજ ઇ.સી.જી. કરી આપવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..