સ્થાનિકોની ચીફ ઓફીસરને લેખિત રજૂઆત મોરબી : મોરબીના બોરીયા પાટી વિસ્તારના રહીશોએ બોરીયા પાટીના રહેણાંક વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ તેમજ રસ્તા પર પાણી ભરાવા અંગે મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મોરબીમાં રવાપર રોડથી લીલાપર જવાના રસ્તે કેનાલથી અંદર આશરે એકાદ કિલોમીટર અંદર રહેણાંક વિસ્તાર આવેલો છે. જેમાં આશરે 250 માણસોનો રહેણાંક વિસ્તાર બોરિયા પાટી વિસ્તાર આવેલો છે. કેનાલ રોડથી આ રહેણાંક વિસ્તારમાં જવા માટે ગોઢણથી ઉપર સુધીના પાણી એટલે કે આશરે 2થી 2.50 ફૂટ જેટલું પાણી ભરાઇ જાય છે, જેનો નિકાલ નગરપાલિકા કચેરી દ્વારા અનેક વખત કરવામાં આવેલ છતાં આજદિન સુધી પાણીનો કોઇ પણ પ્રકારનો નિકાલ થઈ શકેલ નથી કે નગરપાલિકા કચેરી દ્વારા કે આ વિસ્તારના કાઉન્સીલર દ્વારા પણ કોઇ તાકીદે પગલાં લેવામાં આવતા નથી. આ વિસ્તારમાં આશરે 30 જેટલા અબોલ જીવ જેવા કે ગાય, ભેંસ વિગેરે પાલતુ પ્રાણીઓ પણ પાળતા હોય, જેમના માટે નીણ લાવવું તેમજ અબોલ પ્રાણીઓને પણ ઘાસ ચરાવવા લઇ જવામાં ખૂબ અગવડતા પડે છે. જે અંગે સ્થાનિક રહીશો દ્વારા અવાર-નવાર રજુઆત કરવામાં આવેલ તેમ છતાં આજદિન સુધી વરસાદી પાણીના નિકાલ માટે કોઇ પગલા લેવામાં આવેલ નથી. જેના લીધે સ્થાનિક રહીશોના આરોગ્ય ઉપર ગંભીર અસર પડે તેમ છે, તો સત્વરે તાત્કાલિક યોગ્ય પગલાં વરસાદી પાણીના નિકાલ અંગે યોગ્ય કરવા અરજ છે. દિન-2માં જો કોઈ પગલાં લેવામાં ન આવે તો મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવશે, તેમ જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..