મોરબી : મોરબીમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે અને મોરબીના ત્રાજપર ચોકડી નજીક બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વજેપર વિસ્તારમાં કાલીકા પ્લોટ મેઇન રોડ ઉપર રહેતા વકીલાતનો ધંધો કરતા બટુકભાઇ વાલજીભાઇ ડાભી (ઉ.વ-૫૫) એ ગત તા.૩૧/૮ ના રોજ સવારના અગીયાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમા મોરબી-૨,ત્રાજપર ચોકડી નજીક,અજંતા હાર્ડવેર દુકાનની સામે પાર્ક કરેલું મોટર સાઇકલ હીરો હોન્ડા સ્પેલેન્ડર પ્લસ નંબર જી.જે.-૦૩-ઇ.કે.-૫૨૯૬ ને અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ બનાવ અંગે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..