મોરબી : મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવનાર છે. સમસ્ત બ્રહ્મસમાજ-મોરબી દ્વારા વર્ષ 2020/21નાં વર્ષ માટે સરસ્વતી સન્માન સમારોહ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા. 3ના રોજ રવિવારે સાંજે 4થી 7 કલાકે સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તમામ વિદ્યાર્થીઓની મહેનતને પ્રોત્સાહિત કરવા જ્ઞાતિજનોને સમસ્ત બ્રહ્મસમાજની શિક્ષણ સમિતીના પ્રમુખ કિશોરભાઈ શુકલ, મહામંત્રી કેયુરભાઈ પંડયા અને અમુલભાઈ જોષીની યાદીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..