જિલ્લા પુરવઠા વિભાગના ગોડાઉન અને વીસીઈ મારફતે ખેડૂતો નોંધણી કરાવી શકશે મોરબી : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે સૂચના આપતા મોરબી જિલ્લામાં આગામી તા.1લી ઓક્ટોબરથી જિલ્લા પુરવઠા વિભાગના તમામ ગોડાઉન અને વીસીઈ મારફતે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ કરશે. મોરબી ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી. એચ. રૂપાપરાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના ખેડુતો માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ના એકઝીક્યુટીવ ડીરેકટરના તા.૨૯/૦૯/૨૦૨૧ ના પત્રથી તા.૨૯/૦૯/૨૦૨૧ ના રોજ કૃષિમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠક અંતર્ગત ખરીફ સીઝન ૨૦૨૧-૨૨ માં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ખેડુતોની આગોતરી નોંધણી કરવા સુચના મળેલ છે. જે અન્વયે સમગ્ર મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે તેમજ સરકારના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના તાલુકાના ગોડાઉન ઉપર આગામી તા.૦૧/૧૦/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી ખેડુતોની નોંધણી કરવામાં આવશે. જેથી ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા ઇચ્છતા ખેડુતોએ સબંધિત કેન્દ્ર ઉપર ઉપરોક્ત સમય મર્યાદામાં નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..