રોટરી ક્લબ દ્વારા વ્હોરા સમાજની મહિલાઓ માટે આયોજન મોરબી : મોરબીમાં રોટરી ક્લબ દ્વારા 'વર્લ્ડ હાર્ટ ડે' નિમિત્તે વ્હોરા સમાજની મહિલાઓ માટે નિ:શુલ્ક ડાયાબિટીસ અને હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ગઈકાલે તારીખ 29 સપ્ટેમ્બરના રોજ 'વર્લ્ડ હાર્ટ ડે'ના દિવસે રોટરી ક્લબ મોરબી દ્વારા નિ:શુલ્ક ડાયાબિટીસ અને હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પનું આયોજન વ્હોરા સમાજની મહિલાઓ માટે રાજ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 112 મહિલાઓએ લાભ લીધો હતો. આ કેમ્પનું આયોજન ડો. પરાગભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ડો. વિરલભાઇ લહેરુ તથા લહેરુ લેબોરેટરીના સ્ટાફગણ એ સેવા આપેલ હતી. આ તકે અબ્બાસભાઈ લાકડાવાલા, હુઝૈફાભાઈ લાકડાવાલા, કૈઝરભાઈ જોઈન્ટ, અદનાનભાઈ ભારમલ, અબ્દેઅલીભાઈ કાપડિયાએ કેમ્પમાં દાતા તરીકે સહયોગ આપ્યો હતો. તેમજ પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ, સેક્રેટરી રસીદાબેન લાકડાવાલા, અશોકભાઈ મહેતા, સિદ્ધાર્થભાઈ જોશી, હરીશભાઇ શેઠ, રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ), ધર્મિષ્ઠાબેન પરમાર, શકીનાબેન લાકડાવાલા તથા ઇન્ટ્રેક્ટ ક્લબ મોરબીના સભ્યોએ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..