વાહનોની લાંબી કતારો લાગતા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આજે સવારે જ ભારે ટ્રાફિકજામ થયો હતો. જેમાં શનાળા રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગતા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. આથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મોરબીના શનાળા રોડ ઉપર આજે ટ્રાફિકજામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જેમાં શનાળા રોડ ઉપર અજંતાવાળાના બંગલાથી સરદાર બાગથી પણ આગળ સુધી વાહનોની મસમોટી કતારો લાગી હતી. લગભગ એકાદ કલાક સુધી ટ્રાફિકજામ રહેતા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. જો કે, વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા છે અને રોડ ઉપર ખાડાઓમાં પાણી ભરાતા ખાડા તારવવા માટે વાહન ચાલકોને બચીને નીકળવું પડતું હોય સાંકડા બની ગયેલા રોડ ઉપર વધુ વાહનોનો ઘસારો થતા આ સ્થિતિ ઉદભવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..