સપ્ટેમ્બર માસમાં મચ્છરોનો ઉપદ્રવ નાબૂદ કરવા 675 ટિમો કામે લાગી 3450 ઘરોમાં મચ્છરોના પોરા નીકળતા તેને નાબૂદ કરાયા મોરબી : મોરબી જીલ્લાના તમામ વિસ્તારમાં ખુબ જ સારા પ્રમાણમાં વ્યાપક વરસાદ પડેલ હોય જેના કારણે કોઇ રોગચાળો ઉદભવે નહીં તેવા હેતુથી તકેદારીના ભાગ રૂપે આરોગ્ય વિભાગ મોરબી દ્વારા રોગચાળા અટકાયતી પગલાની કામગીરી હાથ ધરેલ છે. તેમજ સપ્ટેમ્બર મહિનો વાહકજન્ય રોગોના ફેલાવા માટે ખુબ જ અનુકુળ હોવાને કારણે અન્ય મહિનાની સરખામણીમાં આ મહિનામાં વધુ પ્રમાણમાં કેસો નોંધાતા હોઈ છે. આ અનુસંધાને મોરબી જિલ્લામાં પણ જીલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવની સુચના મુજબ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાના માર્ગદર્શન મુજબ તથા જીલ્લા મેલેરિયા અધિકારી ડો. સી. એલ. વારેવડીયાના આયોજનના અનુસંધાને વાહકજન્ય (મચ્છરજન્ય) રોગોના ફેલાવો અટકાવવા માટેની તમામ પ્રવૃત્તિઓ સપ્ટેમ્બર મહિનામાં વધુ સઘન રીતે કરવામાં આવેલ છે.જેમાં મોરબી જીલ્લા માં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવેલ છે. આ સર્વેલન્સ માટે 224 પુરુષ આરોગ્ય કર્મચારી, 229 સ્ત્રી આરોગ્ય કર્મચારી, 862 આશા બહેનો, 33 મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝરો, 2 મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર મળી જીલ્લાના કુલ 1350 કર્મચારીઓ અને આશા બહેનોને આ કામગીરી સોંપેલ હતી. અને 675 ટીમોની રચના કરેલ હતી. તેમજ અન્ય સુપરવાઈઝર તથા મેડીકલ ઓફિસરો અને જિલ્લાનાં અધિકારીઓને આ કામગીરીનું સુપરવીઝન સોપેલ હતું. આ કામગીરી દરમ્યાન જીલ્લામાં મેલેરિયા અને ડેગ્યું સઘન સર્વેલન્સ તેમજ ઘરની અંદરના ઘર વપરાશના ભરેલા પાણીના પાત્રોમાં એબેટનું દ્રાવણ નાખી મચ્છર ઉત્પતી અટકાવવાની પ્રવુતિઓ, શંકાસ્પદ મેલેરિયા અને ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા વ્યક્તિઓના લોહીના નમુના લઇ લેબોરેટરી પરીક્ષણ, ઉપરાંત વરસાદનાં લીધે ઘરની અગાસી કે ફળિયામાં પડેલ જુના કાટમાળ અને નકામી વસ્તુમાં કે જ્યાં પાણી ભરાયેલ હોય તેમનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી, ગામની આજુબાજુના પાણીના જળાશયોમાં ગપ્પી અને ગંબુશિયા નામની માછલીઓ મુકવાની કામગીરી તેમજ બહારના નાના મોટા ખાડા, ખાબોચિયામાં બી.ટી.આઈ. દવાનો છટકાવ કરવાની કામગીરી કરી મચ્છરનો ઉપદ્રવ અટકાવવાની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી દરમ્યાન 1,73,395 ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 8,59,971 વ્યક્તિઓનો સર્વે થયો છે. 6,70,822 મચ્છર ઉત્પતિ સ્થાનોની તપાસ કરવામા આવી છે. જેમાંથી 3450 ઘરોમાં 4238 પાત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળેલ છે. આ ઝુંબેશ દરમિયાન 351418 પાત્રોમાં પોરાનાશક દવા નાખેલ છે. 14739 જેટલા મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો છે. આ વેળાએ શંકાસ્પદ તાવના કેસો 3794 કેસો પણ સામે આવ્યા હતા. જેમાં મેલેરિયા પોઝીટીવ 2 કેસો નીકળ્યા હતા. આ તમામ પ્રવૃત્તીઓ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવાની સધન કામગીરીમાં લોકોને પણ સાવચેતીના પગલા જેવા કે ઘરમાં તેમજ અગાસીમાં પડી રહેલ નકામો ભંગાર, તેમજ અન્ય તમામ બિન જરૂરી વસ્તુઓ કે જેમાં વરસાદી પાણીનો ભરાવો થઇ શકે તે તમામ પાત્રોનો નિકાલ કરવાની અને પક્ષી તથા પશુ ઓ માટે ઘરની બહાર રાખેલ કુંડીને દર અઠવાડિયે ઘસીને સાફ કરીને જ નવું પાણી ભરવાની તેમજ આરોગ્ય વિભાગની કામગીરીમાં પુરતો સહકાર આપવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા તથા જીલ્લા મેલેરિયા અધિકારી ડો. સી.એલ. વારેવાડીયાએ અપીલ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..