હળવદના ગોલાસણ ગામે બ્રાહ્મણી ડેમમાં વિસ્તારમાં બનેલી ઘટના હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામ નજીક બ્રાહ્મણી ડેમમાં વિસ્તારમાં ચાલુ વરસાદે માછીમારી કરવા ગયેલા પરપ્રાંતીય યુવાન ઉપર આકાશી વીજળી પડતા આ યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ ગોલાસણ ગામે બ્રાહ્મણી ડેમમાં માછીમારી કરી રહેલા ખોકનભાઇ ગોપાલભાઇ મંડલ ઉ.વ.૩૨ હાલ રહે.ગોલાસણ ડેમ,સિંચાઇ ખાતાની ઓફીસની સામે, મુળ રહે.નવી બસ્તી તા.ગુલારભોજ જી.ઉધમસિંહ નગર રાજ્ય-ઉતરાખંડ વાળા ઉપર આકાશી વીજળી પડતા મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે અશોકભાઇ તારાપદભાઇ બડઇ, ઉ.વ. ૨૮ ધંધો.મચ્છીમારી મુળ રહે.શ્રીરામપુર પો.સ્ટ દીનેશપુર તા.ગદરપુર જી.ઉધમસિંઘનગર રાજ્ય ઉતરાખંડ વાળાએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..