મોરબી-કંડલા બાયપાસ રોડ અમરેલી ગામના પાટિયા પાસે અકસ્માતના બનાવની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી-કંડલા બાયપાસ રોડ ઉપર અમરેલી ગામના પાટિયા પાસે અજાણયા વાહનની હડફેટે બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે અજાણયા વાહન ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળી ગામની સિમથી આગળ આવેલ મારુતી પાર્કમાં રહેતા મુન્નાભાઈ વિજયભાઈ ચાવડા નામનો યુવાન ગત તા.૮ ના રોજ બપોરના એક વાગ્યાના અરસમા મોરબી-કંડલા બાયપાસ રોડ અમરેલી ગામના પાટિયા પાસે રોડ પર પોતાનું GJ-36-AB-8816 નંબરનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યો વાહન ચાલકે આ યુવાનને પછાડી દઇ પગમા તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવી પોતાનુ વાહન લઈ નાશી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા વિજયભાઈ જગાભાઈ ચાવડાએ અજાણ્યો વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..