કેમ્પનું સવારે 9થી 1 કલાક દરમિયાન જલારામ પ્રાર્થના મંદિર ખાતે આયોજન મોરબી : રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા મોરબીમા આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. અત્યાર સુધીના બે કેમ્પમા 662 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં કુલ 261 દર્દીઓના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા હતા. રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત આગામી તા. 4 ઓક્ટોબરને સોમવારના રોજ સવારે 9થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડોક્ટર્સ દ્વારા આંખના દર્દી ઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા આપવામા આવશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. કેમ્પનો લાભ લેવા માટે આગામી તા. 4ને સોમવારના રોજ સવારે 9થી 1 વાગ્યા દરમિયાન શહેરના જલારામ પ્રાર્થના મંદિર, મોરબી ખાતે ઉપસ્થિત રહેવુ. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦ ૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨ ૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮ ૮૦૫૮૮ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..