ટંકારા ખીજડિયા ચોકડી નજીક એલસીબી ટીમ દ્વારા કાર્યાવહી કરી કુલ રૂ.14.30 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી : મોરબી એલસીબી ટીમે ચોક્કસ બાતમીને આધારે ટંકારાની ખીજડિયા ચોકડી નજીકથી ટ્રકમાં મગદાળ, મસૂરદાળની આડમાં છુપાવી ઘુસાડવા આવતો રૂપિયા 4.30 લાખથી વધુના વિદેશીદારૂ ભરેલા ટ્રક સાથે બે ઇસમોને ઝડપી લઈ રૂ.14.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો. હેડ કોન્સ. જયવંતસિંહ ગોહિલ તથા પો. કોન્સ. ભરતભાઇ મિયાત્રાને બાતમી મળેલ કે મોરબીથી ટંકારા તરફ જતા ટાટા ટ્રક નંબર RJ-19-GB-9636 ટ્રકમાં પ્લાસ્ટીક બાચકાની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમીને આધારે ટ્રકની વોચ ગોઠવતા ટંકારા - રાજકોટ હાઇવે રોડ ઉપર ખીજડીયા ચોકડી નજીક આવેલ છાપરી હોટલ પાસે આ ટ્રક મળી આવ્યો હતો. આ ટ્રક ચેક કરતા મસુરદાળ તથા મગદાળના પ્લાસ્ટીકના બાચકાની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ-૧૨૮૪ કી.રૂ. ૪,૩૦,૩૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ. ૧૦,૦૦૦ તેમજ ટ્રક નંબર-RJ-19-GB-963 કી.રૂ. ૧૦,૦૦,૦૦૦ એમ મળી કુલ કી.રૂ. ૧૪,૩૦,૩૦૦ ના મુદામાલ સાથે આરોપી છોટારામ પુનારામ ચૌધરી, અને પરેમારામ રીડારામ ગોદારા (રહે.બન્ને બાવળી ગોદારાકી ઢાણી, તા.બાવળી, જી.જોધપુર, રાજસ્થાન)ને ઝડપી લઈ ટંકારા પોલીસ મથકે ગુન્હો દાખલ કરાવ્યો હતો. વધુમાં આ વિદેશી દારૂના કેસમાં દીપારામ હુડા (રહે.જોધપુર, રાજસ્થાન) નું નામ ખુલતા પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરેલ છે. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી. ડાભી, હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, શકિતસિંહ ઝાલા, સહદેવર્સિંહ જાડેજા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા વગેરે દ્વારા કરેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..