સ્વસ્થ હ્રદય માટે ધુમ્રપાન, વધુ વજન અને માનસિક gતાણથી દૂર રહેવું જરૂરી વિશ્વ હૃદય દિવસ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની 29 તારીખે ઊજવવામાં આવે છે. વર્લ્ડ કોંગ્રેસ ઓફ કાર્ડિયોલોજી અને વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા છેલ્લા 1999થી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે વિશ્વ હૃદય દિવસ ઊજવવામાં આવતો હતો, પરંતુ 2011થી સપ્ટેમ્બરના છેલ્લા રવિવારને બદલે સપ્ટેમ્બર મહિનાની 29 તારીખે આ દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિશ્વ હૃદય દિને હૃદયને લગતાં રોગો, હાર્ટએટેક અંગે લોકો વધુ જાગૃત થાય અને વધુને વધુ લોકો સુધી સચોટ માહિતી પહોંચે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જીવમાત્રના શરીરમાં હૃદય એક મહત્વનું અંગ છે. તેને આજીવન સંભાળની જરૂર છે. દિલની સંભાળ દિલથી રાખવી જોઈએ. એટલે કે હૃદયની સંભાળ ખૂબ કાળજીપૂર્વક રાખવી જોઈએ. હૃદય રોગ (કોરોનરી આર્ટરી ડિસીઝ)થી બચવા માટે અથવા જેઓ હ્રદયને લગતી બીમારી ધરાવે છે, તેઓ હૃદયને તંદુરસ્ત રાખવાના પગલાં લઇ સ્વાસ્થ્યની જાળવણી કરી શકે છે. હ્રદયને સ્વસ્થ રાખવાની ટિપ્સ (1) ધુમ્રપાનની આદત છોડો ધુમ્રપાન હૃદય રોગ માટે સૌથી મોટુ જાેખમી કારણ છે અને શરીરના અન્ય હિસ્સાને રક્ત પહોંચાડતી ધમનીઓને અસર કરે છે. ધુમ્રપાન છોડવા અંગે શકય વિકલ્પો વિશે (જેમ કે નિકોટીનપેચ) જાણી તેનો અમલ કરવો જોઈએ. (2) યોગ્ય ભોજન લો ભોજનમાં શાકભાજી, ધાન્ય, નટ્સ અને દાણાનો દરરોજ સમાવેશ કરો. મીઠા, ચરબીયુક્ત ભોજન અને નાસ્તા લેવાનું ટાળો. સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટને બદલે તંદુરસ્ત અનસેચ્યુરેટેડ ફેટ પસંદ કરો. ફેટી અને પ્રોસેસ્ડ માંસ, ફૂલ ક્રીમ, દુધની બનાવટો, માખણ, બે પ્રકારના વેજીટેબલ તેલ (નાળિયેર અને પામ) મોટા ભાગના ટેકઅવે તળેલા પદાર્થો અને વ્યાપારી ઢબે બનાવવામાં આવતા બિસ્કીટ, કેક્સ અને પેસ્ટ્રીનો ઉપયોગ ટાળવો જોઈએ. રસોઇ માટે વનસ્પતિ આધારીત તેલ જેવા કે કેનોલા, સુર્યમુખી, સોયાબીન, ઓલીવ ઓઇલ કે સિંગતેલનો ઉપયોગ કરો. (3) વજનને કંટ્રોલમાં રાખો વધુ પડતું વજન અનેક બીમારીઓ નોતરે છે. આથી, વજનને કંટ્રોલમાં રાખવું જોઈએ. દરેક વ્યક્તિનું ઉંમર અને ઊંચાઈ પ્રમાણે વજન હોવું જોઈએ. યોગ્ય વજન માટે ભોજન પર નિયંત્રણ અને નિયમિત શારિરીક પ્રવૃતિ કરવી જરૂરી છે. (4) માનસિક અને સામાજીક સ્વાસ્થ્ય જાળવી રાખો જે ડિપ્રેશનથી પીડાતા હોય અને જે સામાજીક રીતે અતડા હોય તેમને કોરોનરી હાર્ટ ડિસીઝ થવાનું જાેખમ છે. જો ડિપ્રેશનમાં હોય તેવું લાગે તો હેલ્થ પ્રોફેશનલ સાથે ચર્ચા કરી તેની સારવાર લેવી જોઈએ. તેમજ સગા સંબંધી ઓ, મિત્ર વર્ગ સાથે હળમળી ને સમસ્યાનો ભાર હળવો કરો. (5) શારિરીક રીતે સક્રિય રહો દરરોજ 30 મીનીટ કે તેથી વધુ શારીરીક પ્રવૃતિઓ જેમ કે ઝડપથી ચાલવું કે કસરત કરવી જોઈએ. જેનાથી હૃદય સ્વસ્થ રહે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..