મોરબી : આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડી કેન્દ્ર ખાતે મહિનાના આ માસના ચોથા મંગળવાર અંતર્ગત પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાર્ષિક પૂર્ણા કેલેન્ડર મુજબ સપ્ટેમ્બર-૨૦૨૧ ની થીમ “હેન્ડવોશિંગ હરીફાઈ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં SAG યોજના અંતર્ગત ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી નોંધાયેલ કિશોરી તથા PURNA યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી તથા શાળાએ ન જતી મોરબી જિલ્લાની નોંધાયેલ તમામ ૧૮ હજાર જેટલી કિશોરીઓએ આ હરીફાઈમાં ભાગ લીધો હતો. આ ઉજવણી અંતર્ગત કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને ધ્યાને રાખીને મોરબી જિલ્લાની મોરબી ઘટક-૨ની પોલીસ લાઈન આંગણવાડી કેન્દ્ર પર લાભાર્થી કિશોરીઓના “હેન્ડવોશિંગ હરીફાઈ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ચારોલા દ્વારા કિશોરીઓને આંગણવાડી પર આપવામાં આવતા પૂર્ણા શક્તિના પેકેટની ઉપયોગીતા તથા તેમાં મળતા પોષક તત્વો અંગે સમજણ આપવામાં આવી. કિશોરી આ પૂર્ણા શક્તિના પેકેટમાંથી રોજીંદા ખોરાકમાં ૧૪૫ ગ્રામ આરોગે તે અંગે કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. ડીસ્ટ્રીક્ટ કન્સલ્ટન્ટ મયુરભાઈ જી. સોલંકી દ્વારા ઉપસ્થિત કિશોરીઓને હાથ ધોવાના ફાયદા, હાથ ધોવાની સાચી પદ્ધતિ તેમજ હાથ ક્યારે ધોવા તેની જાણકારી આંગણવાડી કેન્દ્ર પર આપવામાં આવ્યું હતું. સબલા કીટ દ્વારા નિદર્શન કરાવી વિજેતા કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું. આ કાર્યકમને સફળ બનાવવા ઘૂંટુ સેજાના મુખ્ય સેવીકા શારદાબેન ગામી તથા સેજાના આંગણવાડી કાર્યકારોએ જહેમત ઉઠાવી હતી. તેમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..