મોરબી : મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોરબી દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. એમાં મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, કાર્યકારી અધ્યક્ષ પરેશભાઈ છગનલાલ પન્ના, મોરબી વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા દ્વારા આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ત્રણ હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષાના જિલ્લા અધ્યક્ષ તરીકે ચેતનભાઈ ચન્દ્રકાન્તભાઈ પાટડીયાની વરણી કરવામાં આવી છે. તથા મોરબી શહેર ઉપપ્રમુખ તરીકે વિક્રમભાઈ હસમુખભાઈ શેઠની વરણી કરવામાં આવી છે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર સહમંત્રી તરીકે જીતુભાઈ અજીતભાઈ ચાવડાની વરણી કરવામાં આવી છે. આ ત્રણ હોદેદારોની વરણી કરાતા તેમને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શહેરની જવાબદારીઓ સોંપવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..