મોરબી : મોરબી જિલ્લામાં આજે ધીમીધારે મેઘરાજ વર્ષી રહ્યા છે. આ દરમિયાન રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં ટંકારામાં એક ઇંચ અને હળવદમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે માળિયા, મોરબી અને વાંકાનેરમાં પણ ઝરમર વરસાદ પડ્યો છે. રાત્રે 8થી 10 દરમિયાન પડેલો વરસાદ ટંકારા - 27 mm માળિયા - 5 mm મોરબી - 3 mm વાંકાનેર - 8 mm હળવદ - 12 mm સવારે 6થી રાત્રે 10 દરમિયાન પડેલો વરસાદ ટંકારા 62 mm માળિયા 8 mm મોરબી 22 mm વાંકાનેર 36 mm હળવદ 24 mm