મોરબી : મોરબીમાં હમણાંથી જુગારની બદી વધુ ફૂલીફાલી હોવાથી પોલીસે તીનપત્તિના જુગાર, ક્રિકેટના સટ્ટા અને વર્લી મટકાના જુગાર ઉપર તવાઈ ઉતારી છે. જેમાં ગઈકાલે પોલીસે વર્લી મટકાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના ગાંધીચોક મેલડી માતાના મંદિરની દિવાલ પાસે જાહેરમાં વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમી રમાડતા આરોપી નટુભાઇ વસરામભાઇ ઉર્ફે વશુભાઇ વરાણીયા (ઉ.વ.૬૮, રહે.મોરબી-૨ ત્રાજપર એસારના પંમ્પ પાછળ)ને વર્લી ફીચરના આંકડા લખેલ ચિઠ્ઠી સહીતના સાહિત્ય તેમજ કુલ રોકડા રૂ.૩૧૫૦ ના મુદામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..