આપઘાતના બનાવનું કારણ જાણવા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબી નજીક આર.ટી.ઓ પુલ પાસે મચ્છુ-3 ડેમના વહેતા પાણીમાં આજે એક વૃદ્ધાએ મોતની છલાંગ લગાવીને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. પાણીમાંથી વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલ અવધ સોસાયટીના મકાન નંબર-7 માં રહેતા કસ્તુરબેન જેન્તીભાઈ ઉઘરેજા (ઉ.વ.66) નામના વૃદ્ધાએ આજે કોઈ કારણોસર મોરબી નજીક આવેલ આરટીઓ પુલ પાસે મચ્છુ-3 ડેમના પાણીમાં ઝંપલાવીને મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને પાણીમાંથી વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી વૃદ્ધાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..