વાવડી રોડ ઉપર પોલીસે દરોડો પાડી એકને ઝડપી લીધો, એક ફરાર મોરબી : આઇપીએલ ટવેન્ટી - ટવેન્ટી ક્રિકેટમેચની મોસમ શરૂ થતાં જ મોરબીમાં બુકીઓ મેદાને આવી ગયા છે ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર દરોડો પાડી ગુરુ મોબાઈલ એપમાં સટ્ટો રમતા અને રમાડતા એક શખ્સને ઝડપી લઈ અન્ય એકને ફરાર દર્શાવી ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે વાવડી રોડ કે.જી.એન.પાર્કમાં દરોડો પાડી મકબુલ ઇશાકભાઇ દલવાણી, ઉ.વ.૨૧ રહે.મોરબી કાલીકા પ્લોટ શેરી નં-૫ વિમાર્ટ વાળી શેરીવાળાને ક્રિકેટ લાઇન ગુરૂ એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી સનરાઇઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ IPL 20-20 ક્રિકેટ મેચ ઉપર આરોપી એજાઝ ઉર્ફે બોદીયો જેનુદિનભાઇ સૈયદ રહે.મોરબી કાલીકા પ્લોટ વાળા સાથે રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૨૧૫૦, મોબાઇલ ફોન (કિ.રૂ.૭૦૦૦) મળી કુલ રૂ.૯૧૫૦ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી આરોપી એજાઝ ઉર્ફે બોદીયો જેનુદિનભાઇ સૈયદને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..