પ્રધાનમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રીના વક્તવ્યનું જીવંત પ્રસારણ કરાયું મોરબી : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે ઓનલાઇન પરીસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કેબિનેટ કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરના વક્તવ્યનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોરબી ખાતે ગઇકાલના રોજ વૈજ્ઞાનિક અને ખેડૂત સાથેના પરીસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કેબિનેટ કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરના જીવંત પ્રસારણ દરમિયાન ઋતુગત બદલાવ સામે ટકી શકે તેવી જુદા જુદા પાકોની 35 જાતો દેશને સમર્પિત કરી હતી અને પ્રધાનમંત્રીએ જીવંત પ્રસારણ દરમિયાન ખેડૂતો સાથે વાતચીત કરી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરના જેતુંન બેગમ કે જેને વાતાવરણમાં બદલાવ સામે દ્રાક્ષ અને સફરજનની સફળતાપૂર્વક ખેતી કેવી રીતે કરે છે તે જણાવેલ હતું. આમ, છેલ્લા છ-સાત વર્ષમાં ખેડૂત વિજ્ઞાનનો ઉપયોગ કરી ખેતી કરતો થયો છે, તેવું સ્પષ્ટ દેખાય છે. આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં સ્થાનિક વિસ્તારના ખેડૂતો એ ભાગ લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..