દિઘડિયા ગામે સગા ભાઈની હત્યાના આરોપમાં થઈ હતી ધરપકડ લોકઅપની બારીમાં ચાદર ફાડી ગળેફાંસો ખાઈ લીધો હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા ગામની સીમમાં વાડી ખેતરમાં પાણી લેવા પ્રશ્ને બે સગા ભાઈઓએ મળી ભાઈની હત્યા નિપજાવવાના કેસમાં હળવદ પોલીસ કસ્ટડીમાં રહેલ હત્યાના આરોપી એવા નાના ભાઈએ ચાદર લોકઅપની બારીમાં બાંધી ગળે ફાસો ખાઈ લેતા કસ્ટડીયલ ડેથ મામલે પોલીસ ધંધે લાગી છે. કસ્ટડીયલ ડેથના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચિત્રોડી ગામના અને હાલ દિઘડીયા ગામની સીમ વિસ્તારમાં વાડીએ રહેતા ત્રણ સગાભાઇઓ વચ્ચે ખેતીમાં પાણી લેવા પ્રશ્ને બોલાચાલી થયા બાદ મુકેશભાઈ કુકાભાઈ સારલા (ઉંમર વર્ષ ૩૫)ની તેમના જ બે સગા ભાઈઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેથી આ બનાવની મૃતકના પત્નીએ હળવદ પોલીસ મથકે તેમના દિયર અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકના નાનાભાઈ એવા આરોપી મુનાભાઈ સારલાને ઝડપી લીધો હતો. જ્યારે આ ગુનામાં હજુ રઘાભાઈ પોલીસ પકડથી દુર છે. બીજી તરફ હત્યા પ્રકરણમાં પોલીસ કસ્ટડીમાં રહેલ મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ ગતરાત્રીના હળવદ પોલીસ લોકઅપમાં ચાદર ફાડી લોકઅપની બારી સાથે બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા કસ્ટડીયલ ડેથ મામલે પોલીસ અધિકારીઓ દોડતા થયા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ કસ્ટડીમાં રહેલ મુન્નાભાઈએ અગાઉ પોતે નિર્દોષ હોવાનો વીડિયો પણ બનાવ્યો હતો અને રાજકોટ પ્રેમલગ્ન કરનાર મુન્નાભાઈના પત્ની જ્યારથી પોલીસે તેણીના પતિની ધરપકડ કરી છે ત્યારથી પોલીસ સ્ટેશનની બહાર જ બેસી રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..