વિહિપ અને બજરંગ દળે ચીફ ઓફિસરને આવેદન આપી ખુલ્લી ગટરનું બુરાણ કરવાની માંગ કરી મોરબી : મોરબીના શાક માર્કેટ પાછળ આવેલી ખુલ્લી ગટરની કુંડીમાં વારંવાર ગાયોના પડી જવાના બનાવો બને છે.ત્યારે આજે તંત્રની જોખમી બેદરકારીને કારણે આ ખુલ્લી ગટરની કુંડીમાં એક પછી એક એમ પાંચ ગાય પડી જતા ગૌપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને વિહિપ તથા બજરંગ દળે ચીફ ઓફિસરને આવેદન આપી ખુલ્લી ગટરનું બુરાણ કરવાની માંગ કરી છે. મોરબી શહેર બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબીના શાક માર્કેટ પાછળ આવેલી ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડી ગાયો માટે જોખમી બની રહી છે. આ ખુલ્લી ગટરમાં અવારનવાર ગાયો પડી જવાના બનાવો બને છે. આમ છતાં તંત્રએ ખુલ્લી કુંડી મામલે યોગ્ય કાર્યવાહી ન કરતા આજે તંત્રની જીવલેણ બેદરકારી સામે આવી હતી. જેમાં શાક માર્કેટ પાછળ આવેલી ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડીમાં આજે એકીસાથે પાંચ ગાય પડી ગઈ હતી. તેથી ગૌમાતાને બચાવવા માટે કામ કરતા ગૌરક્ષકોની લાગણીને ઠેસ પહોંચી છે. પૂજનીય ગણાતી ગૌમાતા ખુલ્લી ગટરમાં પડી જાય તે કોઈ કાળે વ્યાજબી નથી.આથી ગૌમાતાના સંવર્ધન માટે તંત્ર આ વિસ્તારમાં ખુલ્લી ગટરનું બુરાણ કરી આસપાસમાં જામેલા કચરાના ગંજ દૂર કરે તેવી માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..