મતદાનના દિવસે ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ લઇને જઇ શકાશે નહીં મોરબી : મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારની ખાલી પડેલ બેઠકની પેટાચૂંટણીને ધ્યાને લઇ મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમિયાન અસામાજીક કે તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહી તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી તે માટે અને પેટાચૂંટણીની આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા માટે મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી હુકમો જારી કર્યા છે. જાહેરનામા અનુસાર મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચૂંટણી માટે બુથ ઉભા કરી શકાશે નહીં તેમજ મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અંદર કે આસપાસ કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇને જઇ શકશે નહીં. મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહીં કે મતદાન મથકમાં પ્રવેશી શકશે નહીં કે વાહનો લઇને જઇ શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ આગામી તા.૦૩/૧૦/૨૦૨૧ રોજ રહેશે. કોઇ પણ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા કોઇ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરાશે તો ભારતીય ફોજદારીની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે. મતદાન મથકોના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થઇ શકશે નહી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી તા.૦૩/૧૦/૨૦૨૧ ના રોજ ચૂંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓને એકત્રિત થવા કે મતદાન મથકમાં પ્રવેશવા કે વાહનો લઈ જવા કે લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ/કર્મચારીઓ, મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલ ઉમેદવાર, ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન/ધંધાના સ્થળે આવવા-જવા, ફરજ પરના પોલીસ એસઆરપી/હોમગાર્ડ/પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને આ જાહેરનામા અન્વયે મુક્તિ આપવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..