કોટનમાં પ્રત્યાઘાતી નરમાઈઃ સીપીઓ, રબરમાં સુધારાનો સંચારઃ મેન્થા તેલ ઢીલુઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ બુલડેક્સ ફ્યુચર્સમાં 117 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 112 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,02,901 સોદાઓમાં કુલ રૂ.18,729.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.303 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.951 ઘટ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એલ્યુમિનિયમ અને સીસું વધવા સામે તાંબુ, નિકલ અને જસત ઘટી આવ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં થઈ હતી. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદામાં પ્રત્યાઘાતી નરમાઈ સામે સીપીઓ, રબરમાં સુધારાનો સંચાર થયો હતો. મેન્થા તેલ ઢીલું ટ્રેડ થઈ રહ્યું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 117 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 112 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. ઓપ્શન્સ ઓન કોમોડિટી ફ્યુચર્સમાં ક્રૂડ તેલના ઓપ્શન્સમાં રૂ.1,840.17 કરોડનું નોશનલ ટર્નઓવર પ્રથમ સત્રનાં અંતે નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 82,252 સોદાઓમાં કુલ રૂ.6,176.39 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,071ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,071 અને નીચામાં રૂ.45,730 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.303 ઘટી રૂ.45,766ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.43 ઘટી રૂ.37,025 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.33 ઘટી રૂ.4,586ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,008ના ભાવે ખૂલી, રૂ.320 ઘટી રૂ.45,744ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,572 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,585 અને નીચામાં રૂ.59,612 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.951 ઘટી રૂ.59,683 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.922 ઘટી રૂ.59,972 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.929 ઘટી રૂ.59,960 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 12,188 સોદાઓમાં રૂ.2,215.98 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.25 વધી રૂ.232.15 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.268ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.75 ઘટી રૂ.710.55 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.24.5 ઘટી રૂ.1,445.40 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.192ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 79,494 સોદાઓમાં કુલ રૂ.7,824.26 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,618ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,675 અને નીચામાં રૂ.5,611 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.74 વધી રૂ.5,653 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.46.90 વધી રૂ.464.60 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 1,878 સોદાઓમાં રૂ.291.53 કરોડનાં કામકાજ થયા હતા. રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,030ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,069 અને નીચામાં રૂ.16,925 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.76 વધી રૂ.17,034ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,125.20ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1135.40 અને નીચામાં રૂ.1125.20 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.6.50 વધી રૂ.1134.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.10 ઘટી રૂ.922 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.120 ઘટી રૂ.26,990 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 22,928 સોદાઓમાં રૂ.4,149.92 કરોડનાં 9,0310 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 59,324 સોદાઓમાં કુલ રૂ.2,026.47 કરોડનાં 336.374 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.231.20 કરોડનાં 10,005 ટન, જસતના વાયદાઓમાં રૂ.224.43 કરોડનાં 8,655 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.857.24 કરોડનાં 11,927.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.766.07 કરોડનાં 5,353.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.137.04 કરોડનાં 7,425 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 12,989 સોદાઓમાં રૂ.1,166.78 કરોડનાં 20,65,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 66,505 સોદાઓમાં રૂ.6,657.48 કરોડનાં 14,62,05,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 408 સોદાઓમાં રૂ.32.86 કરોડનાં 12225 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 112 સોદાઓમાં રૂ.5.89 કરોડનાં 63 ટન, રબરના વાયદાઓમાં 24 સોદાઓમાં રૂ.0.41 કરોડનાં 24 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,334 સોદાઓમાં રૂ.252.37 કરોડનાં 22,470 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ ખાતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,0090 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 695.861 ટન, એલ્યુમિનિયમમાં 13,225 ટન, જસત વાયદામાં 8,370 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,115 ટન, નિકલ વાયદામાં 2,871 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,365 ટન, ક્રૂડ તેલમાં 9,99,300 બેરલ અને નેચરલ ગેસમાં 1,46,53,750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 70675 ગાંસડી, મેન્થા તેલમાં 529 ટન, રબરમાં 67 ટન, સીપીઓમાં 71,120 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે પ્રથમ સત્ર સુધીમાં 1,805 સોદાઓમાં રૂ.157.57 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 882 સોદાઓમાં રૂ.68.27 કરોડનાં 997 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 923 સોદાઓમાં...