એલસીબી ટીમે રૂ.45 હજારની 120 બોટલ ઉપરાંત ઇકો કાર મળી રૂ.2.45 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ માળીયા પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે અણિયારી ટોલનાકા નજીકથી વિદેશી દારૂની હેરફેર કરી રહેલ ઇકો કાર ઝડપી લઈ રૂ.45 હજારના દારૂ સાથે રૂ.2.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી માળીયા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે. જો કે પોલીસને જોઈ ઇકો કારનો ચાલક અને અન્ય એક ઈસમ અંધારામાં ઓગળી ગયા હતા. મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે ઇકો કાર નં. GJ-13-CC-3379માં અંગ્રેજી દારૂનો જથ્થો ભરી હળવદથી માળીયા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ ચોકકસ બાતમીને આધારે એલસીબી ટીમે અણીયારી ટોલનાકે વોચ ગોઠવતા ઉપરોક્ત ઇકો કારના ચાલકે પોલીસની ગાડી જોઇ પોતાની કાર હંકારી ભાગવા લાગ્યો હતો. બાદમાં પોલીસે કારનો પીછો કરતા ઇકો કાર ચાલકે કાર અણીયારી ટોલનાકાથી આગળ રોડ સાઇડમાં મુકી ઇકો ચાલક તથા તેની સાથેનો એક ઇસમ અંધારા તેમજ બાવળની ઝાડીનો લાભ લઇ નાશી ભાગી ગયેલ હતા. આ ઇકો કારમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેગ્ડોવેલ્સ-૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-120 કીંમત રૂ.45000 તથા ઇકો કાર નં- GJ-13-CC-3379 કી.રૂ. 2 લાખ મળી કુલ કી.રૂ. 2.45 લાખનો મુદામાલ કબ્જે કરી કાર ચાલક તથા તેની સાથેના એક અજાણ્યા ઇસમ સહિત બે આરોપીઓ વિરૂધ્ધ મોરબી એલ.સી.બી.એ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ હતો. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, પો.હેડ.કોન્સ. દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયા તથા સતીષભાઇ કાંજીયા વગેરે દ્વારા કરેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..