મોરબીના માધાપર વિસ્તારની શેરી નં-૨૨ માં બનેલી ઘટના મોરબી : મોરબીના માધાપર વિસ્તારની શેરી નં-૨૨માં રહેતા પ્રૌઢ પોતાના ઘરે પહેલા માળેથી પડી જતા તેમનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની એ-ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી એ-ડીવીજન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના માધાપર વિસ્તારની શેરી નં-૨૨માં રહેતા વનરાજસિંહ નટુભા ઝાલા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ગત તા.૯ ના રોજ પોતાના ધરે પહેલા માળેથી પડી જતા ઇજા થવાથી પ્રથમ સારવાર રાજકોટ જલારામ હોસ્પીટલ ખાતે ખસેડયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું તા.૧૩ ના રોજ મોત નીપજ્યું હતું. આ બનાવના અમદાવાદ સીવીલ હોસ્પીટલમાથી આ બનાવના કાગળો આવતા મોરબી એ-ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મોરબી સીટી એ-ડીવી. પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. એમ.જી.વાળા ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..