મોરબી : વિશ્વ હિંદુ પરિષદની મોરબી જિલ્લાની વ્યાપક બેઠકમાં વિવિધ સમિતિઓના હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી. વિશ્વ હિંદુ પરિષદની મોરબી જિલ્લાની વ્યાપક બેઠક રામધન આશ્રમ મોરબી ખાતે રાખવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી જયેશભાઈ શુકલ હાજર રહ્યા હતા. મોરબી વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા અધ્યક્ષ મહેંદ્રભાઈ સવસાણી તથા જિલ્લા મંત્રી કમલભાઈ દવેના અધ્યક્ષ સ્થાને આ જિલ્લા વ્યાપક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમા મોરબી જિલ્લા સમિતી, ગ્રામ્ય સમિતી તથા શહેરની સમિતિમા ફેરફાર કરી હોદેદારોની નવનિયુક્તિ કરવામાં આવી હતી. મોરબી જિલ્લા ટીમમાં ત્રણ નવા હોદ્દેદારો કાર્યકારી અઘ્યક્ષ તરીકે પરેશભાઈ છગનલાલ તન્ના, ઉપપ્રમુખ તરીકે જીજ્ઞેશભાઈ ગુણવંતભાઈ દોશી, ધર્માંચાર્ય પ્રમુખ તરીકે હસમુખભાઈ પોપટભાઈ ગઢવીની નિમણૂક કરવામાં આવી હતી. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી માળીયા ગ્રામ્યના અઘ્યક્ષ તરીકે પુષ્પરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી હતી. વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર સમિતીમા મોરબી શહેર અધ્યક્ષ તરીકે કમલેશભાઈ ભગવાનભાઈ બોરીચા, ઉપાધ્યક્ષ તરીકે કિશનભાઈ રમેશભાઈ રાવળ અને નિલેશભાઈ શામતભાઈ ડાંગર, મોરબી શહેર મંત્રી તરીકે ભાવિકભાઈ હરિશભાઈ ભટ્ટ, સહમંત્રી તરીકે આશિષસિંહ અનોપસિંહ જાડેજા, સહમંત્રી તરીકે ગૌરાંગભાઈ વિક્રમભાઈ દવે અને વૈભવભાઈ જીતેશભાઈ જાલરીયા, ધર્મ પ્રસાર સંયોજક તરીકે શૈલેનદરસિંહ દિગવિજયસિંહ જાડેજા, ધર્મ પ્રસાર સહસંયોજક તરીકે વિક્રમભાઈ ભગવાનભાઈ ડાંગર, સત્સંગ સંયોજક તરીકે ભાવેશભાઈ હિંમતલાલ આડેસરા, સમરસતા સંયોજક તરીકે ચિરાગભાઈ પિયુષભાઈ પરમાર, પ્રચાર પ્રસાર સંયોજક તરીકે ગોરાંગભાઈ વિક્રમભાઈ દવે તથા સેવા વિભાગ સંયોજક તરીકે રાજેષભાઈ રમેશભાઈ છેલાણીયાની નિમણુક કરવામાં આવી હતી. વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ મોરબી શહેર નવ નિયુક્ત હોદ્દેદારોમાં બજરંગ દળ સંયોજક તરીકે ઈશ્વરભાઈ લાધાભાઈ કંજારીયા, સહસંયોજક તરીકે જગદીશભાઈ નાનજીભાઈ રાઠોડ, વિજયભાઈ ભગવાનભાઈ બોરીચા અને પકંજભાઈ દિનેશભાઈ નકુમ, ગૌરક્ષા સંયોજક તરીકે પાર્થભાઈ મનસુખભાઈ નેસડીયા, હિતરાજસિંહ હરદેવસિંહ પરમાર, મહેશભાઈ જયરામભાઈ કંજારીયા અને કરણભાઈ રાજુભાઈ પરમાર, સુરક્ષા સંયોજક તરીકે જીતુભાઈ રાજેષભાઈ સેતા, પ્રકાશભાઈ બિપીનભાઈ પૈજા, સનીભાઈ રતિલાલ કલોલા અને વિનયભાઈ આહીર, કોલેજીયન સંયોજક તરીકે જયદિપભાઈ રાયધનભાઈ સોઢીયા તેમજ કોલેજીયન સહસંયોજક તરીકે સુજલભાઈ છગનભાઈ જારીયા અને જયદીપસિંહ રૂપેનદરસિંહ ઝાલાની નિમણુક કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..