GPSC ક્લાસ 1 અને 2 સહિત વિવિધ વિભાગો માટે વર્ગ-1, 2 અને 3ની કુલ - 215 જગ્યાઓ માટે ભરતી કરાશે મોરબી : GPSC ક્લાસ 1-2માં કુલ 183 સીટની ભરતી માટે આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. અરજી કરવાની અંત્તિમ તારીખ 13 ઑક્ટોબર છે. ઉલ્લેખનીય છે કે GPSC ક્લાસ 1 અને 2 સહિત વિવિધ વિભાગો માટે વર્ગ-1, 2 અને 3ની કુલ - 215 જગ્યાઓ માટે ભરતી કરાશે. GPSC ક્લાસ 1 અને 2માં ભરતી માટેની જગ્યાઓ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ 8, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 1, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 1; એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 1, સરકારી શ્રમ અધિકારીની 2, રાજ્યવેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2ની કુલ 110 જગ્યાઓ એમ કલાસ 1 અને 2ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા રસ ધરાવતા ઉમેદવારો આજે તા. 28/09/2021થી 13/10/2021 (બપોર 1 વાગ્યા સુધી) અરજી કરી શકશે. કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે. પરીક્ષાની પ્રક્રિયા આ જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય 3 કલાક) 19/12/2021 ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી 2022 માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં 150 માર્ક્સના 6 પ્રશ્નપત્રો જે 3 કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે. અન્ય જગ્યાઓ માટે ભરતી મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-2ની 6; નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-1ની 13; વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-2ની 6; આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-2ની 1; પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ - 2 (ખાસ ભરતી)ની 3; ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) માં જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ - 2ની 1 તથા પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-3ની 2 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-215 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ 1 & 2ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઇ છે. અહીં આપેલી લિંક પરથી GPSC ક્લાસ 1 અને 2માં ભરતીની જાહેરાતની વિગતો મેળવી શકાશે. https://gpsc.gujarat.gov.in/Documents/pressrelease/PressRelease_2021-9-21_631.pdf મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..