આજે 7890 લોકોને વેકસીન આપી સુરક્ષિત કરાયા મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે મંગળવારે ફરી વેકસીનેશનની કામગીરીને ધીમી પાડી દેવામાં આવી છે. જિલ્લામાં માત્ર 25 સ્થળોએ જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્થળોએ ફક્ત 1000 જેટલા ડોઝ જ ફાળવવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી એક- બે દિવસ પુરજોશમાં ચલાવીને ફરી બ્રેક મારી ધીમી કરી દેવામાં આવી રહી છે. આવી જ રીતે આજે વેકસીનેશનની સારી કામગીરી રહ્યા બાદ આવતીકાલે મંગળવારે માત્ર 25 સ્થળોએ જ વેકસીન આપવાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. જેમાં મોરબી 7, માળિયા 6, વાંકાનેર 1, ટંકારા 6, હળવદ 5 સ્થળોનો સમાવેશ થાય છે. આ સ્થળો માટે કોવિશિલ્ડ 860, કોવેકસીન 140 મળી કુલ 1000 જેટલા ડોઝ જ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ આજરોજ થયેલા વેકસીનેશનની વિગત જોઈએ તો જિલ્લામાં આજે 45થી વધુ ઉંમરના 1736 લોકો, 18થી 44 વર્ષના 6136 લોકો અને ખાનગી હોસ્પિટલમાં 18 લોકો મળી કુલ 7890 લોકોને વેકસીન આપવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..