મોરબી : મોરબીના ગાંધી એવા સ્વ. ગોકળદાસ પરમારને વિધાનસભામાં રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ ભાવજંલિ અર્પી હતી. ગુજરાત વિધાનસભામાં 19 જેટલા દિવગંત ધારાસભ્યોને અંજલી આપવાના ગૃહના તેઓના પ્રસ્તાવમાં ભાગ લેતા પંચાયત, શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ દિવગંતોને ભાવભીની અંજલી અર્પી હતી. તેમાં વાંકાનેરના પૂર્વ રાજવી સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાને પ્રજાવત્સલ અને પર્યાવરણ પ્રેમી લેખાવ્યા હતાં. મોરબીના ગાંધી એવા સ્વ. શ્રી ગોકળદાસ પરમારને ભાવવિભોર ભાવાંજલિ અર્પતા બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે સદ્ગતની ખાદી પ્રવૃત્તિ, મચ્છુ જળ હોનારત, શિક્ષણ, સિંચાઇ, સહકારી પ્રવૃત્તિએ કંડારેલ કેડી આજે ધોરીમાર્ગ બની પથદર્શક બની રહી છે. તેઓ સતવારા સમાજમાં જન્મેલા પણ સૌ સમાજના હામી હતાં. ઇન્ટર સાયન્સમાં મુંબઇ ભણતા હતાં ત્યારે આઝાદીની ચળવળમાં જોડાઇ ગયા. આજીવન નખશીખ પ્રમાણિક અને મૂલ્યોના આગ્રહી રહયા હતાં. તેમના અવસાનથી મોરબીએ મોભ ગુમાવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..