વિદ્યાર્થીનીઓએ પોર્ટ પર થતી પ્રવૃતિઓ વિશે પ્રત્યક્ષ માહિતી મેળવી મોરબી : મોરબી જીલ્લાની મહાવિદ્યાલ R. O. પટેલ વુમન્સ કોલેજ દ્રારા ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીવાય બીકોમની વિદ્યાર્થીનીઓએ મુન્દ્રા (કચ્છ) સ્થિત અદાણી પોર્ટ (સ્પેશીયલ ઈકોનોમીક ઝોન)ની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ ઔદ્યોગિક મુલાકાતમાં પોર્ટ પર થતી દરિયાઈ વાણિજ્યક અને બિનવાણિજ્યક પ્રવૃત્તીઓ જેવી કે જહાજને લાંગરવા માટેની જેટ્ટી (દરીયાઈ પુલ), જહાજમાં માલસામાન ભરવા અને ખાલી કરવા માટેની અધત્તન અને વિશાળકાય સંપૂર્ણ ઓટોમેટિક ક્રેઈનો, જહાજનાં સ્વાગત અને લાંગરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું વિશિષ્ટ પ્રકારનું નાનું જહાજ એટલે કે ટગ, કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન, SEZ એરિયા, ખુલ્લા અને બંધબોડીના વિશાળકાય ગોડાઉનો વિશેની બારીકાઈપુર્વક માહિતી પોર્ટ મેનેજર દ્રારા પુરી પાડવામાં આવી હતી અને આવી અનેરી માહિતી મેળવતાની સાથે જ વિદ્યાર્થીનીઓ આશ્ચર્યચકિત્ત થઈ ગઈ હતી. મુલાકાતના અંતમાં ભુજ તાલુકાના ભૂજોડી ગામમાં આવેલ વંદેમાતરમ્ મેમોરિયલ (હીરાલક્ષ્મી ક્રાફટમાર્કેટ)ની પણ મુલાકાત લઇ કચ્છની ભાતીગળ સંસ્કૃતિ, કચ્છી ભરતકામ, કચ્છી વસ્ત્રપરિધાન, કચ્છી ઓજારો, કચ્છી ચિત્રો વગેરે નિહાળ્યું હતું. આ ઔધોગિક મુલાકાતના સુંદર આયોજન માટે મહાવિધાલયના વિભાગાધ્યક્ષ મયુરભાઈ હાલપરા તથા સહઅધ્યાપકો ચંદ્રેશભાઈ પરમાર, હીતેષભાઈ શેરસીયા, હાર્દિક ભાઈ, દીક્ષિત ભાઈ, સોનલબેન, પાયલબેન, ડિમ્પલબેન, રુત્વીબેન, રેખાબેન વગેરેએ ભારે જહેમત ઉઠાવી ઇન્ડસ્ટ્રીયલ વીઝીટને આનંદદાયક બનાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..