કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરવા છતાં તંત્રએ માંગણી ન સંતોષતા લડતને વધુ તેજ બનાવવાના પ્રયાસ મોરબી : મોરબીમાં એસટી કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ને કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવા છતાં તંત્રએ માંગણી ન સંતોષતા લડત તેજ બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે કર્મચારીઓએ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ શરૂ કર્યો છે. સાથે 8મીએ માસ સીએલની ચીમકી પણ ઉચ્ચારી છે. મોરબી એસ.ટી સંકલન સમિતિ તેમજ એસ.ટી. કર્મચારીઓ દ્વારા ગત તા.16થી તા.24 સુધી કાળી પટ્ટી બાંધી લાંબા સમયથી પડતર પ્રશ્નોની માંગણી પૂર્ણ ન થવાને કારણે વિરોધ કરવામાં આવ્યો હતો.તેમ છતાં સરકાર દ્વારા કોઈ બાબત ધ્યાને ન લેતાં આજ રોજ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી- વાંકાનેર ડેપોના 440 જેટલા લોકો જોડાયા હતા. આ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ આગામી તા.1 સુધી ચાલુ રાખવામાં આવનાર છે. તેમજ જો માંગણી ધ્યાને લેવામાં નહીં આવે તો તા.8ના રોજ કર્મચારીઓ માસ.સી.એલ રજા પર ઉતરશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..