સવારે છ વાગ્યાથી બપોરે 12 સુધીમાં 20મીમી વરસાદ વરસ્યો મોરબી : મોરબી જિલ્લામાં સવારથી મેઘાવી માહોલ વચ્ચે મેઘકૃપા વરસી રહી છે. સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 6 મીમી બાદ 10થી 12 વાગ્યા સુધીમાં વધુ 14 મીમી વરસાદ વરસતા મોરબી શહેરમાં 12 વાગ્યા સુધીમાં કુલ પોણો ઈંચ જેટલો 20 મીમી વરસાદ નોંધાયો છે. જો કે, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયામાં 10થી 12 વાગ્યા દરમિયાન મેઘવિરામ વચ્ચે વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..