સેવાસદન ઢોરવાડો હોય તેમ રખડતા ઢોરનો અડીંગો, ઉભરાતી ગટર, યુરીનલની ખરાબ હાલતથી લોકો પરેશાન મોરબી : લોકોની સમસ્યાઓને હલ કરવાની જેની જવાબદારી છે તે જ ખુદ સમસ્યાનું ઘર બની જાય તો લોકો પોતાની સમસ્યાની ફરિયાદ કરવા ક્યાં જાય ? એવી રીતે જ મોરબીની તાલુકા સેવાસદન કચેરી સમસ્યાનું ઘર બની ગઈ છે. જેમાં સેવાસદન ઢોરવાડો હોય તેમ રખડતા ઢોરનો અડીંગો અને ઉભરાતી ગટર, યુરીનલની ખરાબ હાલતથી લોકો પરેશાન થઈ ગયા છે. મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલે આર.એન્ડ બી.શાખાને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબીના સામાકાંઠે લાલબાગ પાસે આવેલ તાલુકા સેવાસદનમાં સમસ્યાઓનો ઢગલો છે. જેમાં રખડતા ઢોરનો ત્રાસ, ઉભરાતી ગટર અને યુરીનલની ખરાબ હાલતને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તાલુકા સેવાસદન જાણે ગૌશાળા બન્યું હોય તે રીતે ખુટિયા, ગાયનો જમેલો રહે છે. ખુટિયાના ત્રાસને કારણે લોકો આ કચેરીમાં આવતા ડરે છે. આ ઉપરાંત સતત ઉભરાતી ગટરની ગંદકીને લીધે રોગચાળાનું જોખમ ઉભું થયું છે. આટલું ઓછું હોય તેમ જાહેર યુરીનલની પણ ઘોર અવદશા થઈ ગઈ છે. જો કે આ સરકારી કચેરીઓ લોકોની સમસ્યા ઉકેલવાનું માધ્યમ છે. અને મોરબી પ્રાંત સહિતના અધિકારીઓ અહીં બિરાજે છે ત્યારે ખુદ સરકારી કચેરી જ સમસ્યાનું ઘર બની જાય તો લોકો માટે જાએ તો જાએ કહા જેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. આથી વહેલી તકે આ સમસ્યાઓનો ઉકેલ લાવવાની તેઓએ માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..