અડધો કલાકથી વધુ કાર ફસાયેલી રહી, ગામના યુવાનોએ મહામહેનતે કાર કાદવમાંથી બહાર કાઢી મોરબી : મોરબીના પાનેલી ગામે વરસાદને પગલે વીજ ફોલ્ટ ઉભો થયો હતો. આ ફોલ્ટ રીપેર કરવા જઈ રહેલી પીજીવીસીએલની કાર કોઝવેમાં ફસાઈ ગઈ હતી. જો કે બાદમાં ગામના યુવાનોની મદદથી આ કાર બહાર નીકળી શકી હતી. મોરબીના પાનેલી ગામે વીજ વિક્ષેપ દૂર કરવા પીજીવીસીએલનો સ્ટાફ કાર લઈને નીકળ્યો હતો. આ દરમિયાન ખારાવાળી ખોડિયાર માતાજીની જગ્યા પાસે આવેલા કોઝવેમાં પીજીવીસીએલની કાર કાદવના કારણે ખૂંચી ગઈ હતી. અંદાજે 30 મિનિટ જેટલો સમય આ કાર ફસાયેલી રહી હતી. જો કે બાદમાં ગામના યુવાનો પીજીવીસીએલના સ્ટાફની મદદે આવ્યા હતા. તેઓએ આ કારને ટ્રેકટરની મદદથી ખેંચીને બહાર કાઢી હતી.