મોરબી : મોરબી જિલ્લા ગઈકાલે રાત્રિથી વાતાવરણમાં આવેલા બદલાવ વચ્ચે આજે સવારથી મેઘસવારી જારી રહી છે અને હળવદમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસી ગયો છે. મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના સતાવાર આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન મોરબીમાં 6 મીમી, માળિયામાં 2 મીમી અને હળવદમાં 37 મીમી એટલે કે દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જો કે ટંકારા અને વાંકાનેરમાં મેઘાવી માહોલ વચ્ચે ઝરફર વરસાદ વરસી રહ્યો હોવાની વિગતો સાંપડી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..