મોરબી : આગામી તા. 1 ઓક્ટોબરને શુક્રવારના રોજ સિનીયર સીટીઝન ડે (વ્યસક દિનની) ઉજવણી થાય છે. તો મોરબી સિનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા વ્યસક દિન નિમિત્તે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી સિનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા સિનીયર સીટીઝન ડે નિમિતે આગામી તા. 1ને શુક્રવારે સવારે 9થી 12 કલાકે ધન્વંતરી ભવન, કાયાજી પ્લોટ, મોરબી ખાતે કોરોના તથા લોકડાઉન ઉપર વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા હોય તે મંડળના પ્રમુખ તથા મંત્રીને નામ લખાવી શકે છે. વક્તૃત્વનો સમય 5 મિનિટનો રહેશે. ત્રણ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. કાર્યક્રમ પુરો થયે ભોજન બપોરે 12-30 કલાકે લેવાનું રહેશે. તેમ પ્રમુખ ડો. બી. કે. લહેરૂ, પૂર્વપ્રમુખ પ્રવિણભાઇ મહેતા તથા મંત્રી મહેશભાઈ ભટ્ટની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..