ટંકારામા તૈયાર થતી અગરબતી સમગ્ર જીલ્લામાં ફેલાવે છે ફોરમ મોરબી : ટંકારા પંથકનો અગરબત્તીનો ગૃહ ઉદ્યોગ આખા જિલ્લામાં ફોરમ ફેલાવે છે. નવલા નોરતા નજીક આવતા આ અગરબતીનો ગૃહ ઉદ્યોગ ધમધમવા લાગ્યો છે. માતાજીની આરાધના માટે ઠેર ઠેરથી અગરબત્તીની માંગ વધી રહી છે. આધ્યાશક્તિમાં જગદંબાના ગુણ ગાઈ ગરબે ધુમવાના દીવસો એટલે નવરાત્રિ. જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટંકારાના ગ્રુહ ઉદ્યોગમાં તૈયાર થતી અગરબતીની અવનવી વેરાયટી ફોરમ ફેકવા તૈયાર થઈ રહી છે. ટંકારા સાવન અગરબતી વર્કસ વાળા ભરતભાઇ જણાવે છે કે અહીં અગરબતી અને એની બનાવટ અદભુત હોય છે કાંડીમા પ્રાણ પુરવા માફક ખુશ્બુ થકી શ્રધ્ધા અને ભક્તિ પ્રજ્વલિત કરવામાં અગરબતી મહત્વનુ સ્થાન ધરાવે છે ત્યારે નવલા નોરતામા અવનવી અગરબતીની ડિમાન્ડ વધારે હોય છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..