ટંકારા નજીક કલ્યાણપર ગામે સોનુ ધોવાના બહાને લોકોને છેતરવા આવેલા બે શખ્સો ઝડપાયા ટંકારા : ટંકારા નજીક કલ્યાણપર ગામે સોનુ ધોવાના બહાને બે શખ્સો લોકોને છેતરવાની હિલચાલ ધ્યાને આવ્યા બાદ સરપંચે પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે આ બન્ને શખ્સોને ઝડપી લીધા હતા. સરપંચની સજાગતાથી છેતરપિંડીનો ગુન્હો અટક્યો હતો. ટંકારાના કલ્યાણપર ગામે બે શખ્સો બાઈક લઈને બજારમાં લટાર લગાવતા હતા અને ચાંદી-સોનુ ધોવા બહાને છેતરપિંડી કરવાની શંકાએ ગામજનો સાથે સરપંચ દિનેશભાઈ વાધરિયાએ આ બન્ને શખ્સોની પુછપરછ કરી હતી. પરંતુ આ બન્ને શખ્સો પોતાનો વ્યવસાય કે વેચાણ અંગે સ્પષ્ટતા નહી કરતા સરપંચે ટંકારા પોલીસ સબ ઇન્સ્પેકટર બી. ડી. પરમારને જાણ કરી હતી અને બે અજાણ્યા ઈસમોને પોલીસ હવાલે કર્યો હતા. હાલ પોલીસે બન્ને અજાણ્યા શખ્સોની પુછપરછ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..