હળવદના દિઘડિયામાં ખેતીમાં પાણી લેવા મુદ્દે સગા બે ભાઈઓએ મળી વચેટ ભાઈની હત્યા કરી હતી હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર હળવદ : હળવદ તાલુકાના ચિત્રોડી ગામના અને હાલ દિઘડીયા ગામની સીમ વિસ્તારમાં વાડીએ રહેતા ત્રણ સગાભાઇઓ વચ્ચે ખેતીમાં પાણી લેવા પ્રશ્ને બોલાચાલી થયા બાદ બે સગા ભાઇએ જ ભાઈની હત્યા કર્યાનો બનાવ હળવદ પોલીસ મથકે નોંધાયો હતો. આ ચકચારી હત્યા પ્રકરણમાં પોલીસે એક આરોપી ભાઈને ઝડપી લીધો છે. જ્યારે હજુ એક આરોપી ફરાર છે. બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દીઘડિયા ગામની સીમમાં વાડીએ રહેતા મુકેશભાઈ કુકાભાઈ સારલા ઉંમર વર્ષ ૩૫ની પાંચ દિવસ પહેલા તેમના જ બે સગા ભાઈઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેથી આ બનાવમાં મૃતકના પત્નીએ હળવદ પોલીસ મથકે તેમના દિયર અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ હત્યાના બનાવમાં આરોપીઓને ઝડપી લેવા હળવદ પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મુનાભાઈ સારલાને ઝડપી લેવાયો છે. જ્યારે આ ગુનામાં હજુ આરોપી રઘાભાઈ પોલીસ પકડથી દુર હોય તેઓને પણ ઝડપી લેવા તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..