જાલી ચોકડી નજીકથી સીટી સર્વેલન્સ ટીમે આઈ ટવેન્ટી કારમાં નીકળેલા શખ્સને દબોચ્યો વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમેં આજે બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર જાલી બસ સ્ટેન્ડ પાસેથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી લીધો હતો અને પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ બી.ડી જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો મીલ્કત વિરૂધ્ધના ગુન્હા બનતા અટકાવા માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં.પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના સ્ટાફના એ.એસ.આઈ. હીરાભાઈ તેજાભાઈ મઠીયા તથા પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમારનાઓને સંયુકત ખાનગીરાહે ચોક્કસ હકિકત મળેલ કે, એક ઈસમ સફેદ કલર ની GJ 03 IC-5544 આઈ-20 કાર હથિયાર સાથે એક ઈસમ જાલી ચોકડીએથી પસાર થનાર છે અને કોઇ શરીર સબંધી ગુન્હો કરવાની પેરવીમાં છે. જેથી આ હકીકતવાળી જગ્યા તાત્કાલીક પહોંચી વોચ ગોઠવી ઉપરોકત વર્ણનવાળી હુન્ડાઈ કંપની આઇ-૨૦ કાર નંબર GJ 03-IC-5544 નીકળતા કારની તપાસ કરતા કાર ચાલક શૈલેષભાઈ રાજાભાઇ શિહોરા (ઉ.વ-૨૪, કોરડા, તા. ચુડા, જી. સુરેન્દ્રનગર) પોતાના હવાળાવાળી આઈ-20 કાર નંબર GJ 03-JC-5544 માં ગેરકાયદેસર રીતે લાયસન્સ પરવાના વગરના દેશી બારબોરનુ નાનુ હાથ બનાવટનુ હથિયાર (અગ્નીશસ્ત્ર) બંદુક તથા જીવતા રાઉન્ડ-૨ (કાર્ટીઝ) સાથે રાખી મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ સબ ઈન્સપેકટર બી.ડી. જાડેજા તથા એ.એસ.આઈ. હીરાભાઈ તેજાભાઈ મઠીયા તથા પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. અરવિંદભાઈ ધીરજભાઈ તથા પોલીસ કોન્સ. દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા શકતિસિંહ જનકસિંહ જાડેજા તથા કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા તથા અજીતભાઈ ભુરાભાઈ સોલંકી વગેરે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમના માણસો જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..