કેમ્પ તા. ૪-૧૦ થી ૬-૧૦ દરમિયાન માનકુવાથી માતાના મઢના રૂટ પર યોજાશે મોરબી : મોરબીના જલારામ મંદિર દ્વારા માઁ આશાપુરાના મઢના પદયાત્રિકો માટે ભવ્ય મોબાઈલ સેવા કેમ્પ યોજાશે. જે કેમ્પ તા. ૪-૧૦ થી ૬-૧૦ દરમિયાન માનકુવાથી માતાના મઢના રૂટ પર યોજાશે. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરાની આરાધના માટે જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પનુ આયોજન કરવામા આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે સંસ્થા દ્વારા મોબાઈલ સેવા કેમ્પનુ આયોજન કરવામા આવેલ છે. જે અંતર્ગત ચા-પાણી-નાસ્તો, ભોજન પ્રસાદ, મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે. આ ભવ્ય સેવા કેમ્પ તા.૪-૧૦ થી ૬-૧૦ દરમિયાન માનકુવાથી માતાના મઢના રૂટ પર ફરતો રહેશે. પદયાત્રામા જતા પદયાત્રિકોને ઈમરજન્સી મેડીકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે હીતેશભાઈ જાની (મો.૯૮૨૫૩ ૨૬૭૨૯), ચિરાગભાઈ રાચ્છ (મો.૯૦૯૯૬ ૦૦૦૮૧) પર સંપર્ક કરવાનો રહેશે. આ સેવા કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હીતેશભાઈ જાની, ભગવાનજીભાઈ પટેલ (ગુરુકૃપા હોટેલ), કીશોરભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ કંસારા, મનિષભાઈ પટેલ, અનિલભાઈ સોમૈયા, હસુભાઈ પંડીત, પોલાભાઈ પટેલ સહીતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..