મોરબી જિલ્લાના તમામ તાલુકાઓના ગામો માટે 50 ટકા સ્ત્રી અનામત સાથે બેઠકોની ફાળવણી નિશ્ચિત કરાઈ મોરબી : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં આવી રહેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી હોવાના સંકેત વચ્ચે તમામ ગ્રામપંચાયતો માટે સરપંચની બેઠક માટે 50 ટકા સ્ત્રી અનામત સાથે રોટેશન જાહેર કર્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વસ્તી ગણતરી 2011ના આધારે આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ પદ માટેના રોટેશન જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર મોરબી દ્વારા મોરબી જિલ્લાના જુદા-જુદા તાલુકા હેઠળની ગ્રામ પંચાયતો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી સરપંચની બેઠક માટે 50 ટકા સ્ત્રી અનામતની સાથે રોટેશન મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિ જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને દરેક વર્ગમાં મહિલા અનામત અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે ધમધમાટ શરૂ કરતા નાના- મોટા ગામોમાં અત્યારથી ચૂંટણી ચર્ચાઓ શરૂ થવા લાગી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..