ચિકનગુનિયા એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે હાલમાં ચોમાસાની ઋતુ શરુ થયા બાદ ઠેર-ઠેર ચિકનગુનિયાના કેસ સામે આવી રહ્યા છે. ચિકનગુનિયા વાઇરસથી થતો રોગ છે. જે મુખ્યત્વે એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે. આ રોગ ફેલાવતા મચ્છર સામાન્ય રીતે દિવસે કરડે છે. આ રોગથી બચવા મચ્છરનો ઉપદ્રવ કંટ્રોલ કરવો તે સૌથી જરૂરી બાબત ગણાય. આ રોગ મોટી ઉંમરના લોકો, સગર્ભાઓ અને જે લોકો લાંબા સમયથી હૃદયરોગ, કિડની, લીવર, ફેફસાના રોગો, કેન્સર, ડાયાબિટીસથી પીડાતા હોય તેવા લોકોને વધારે નુકસાન પહોંચાડે છે. આ રોગના નિદાન માટેનાં સિરોલોજિકલ ટેસ્ટ IgM એન્ટિબોડી અને ચિકનગુનિયા વાઇરસ PCR ટેસ્ટ ઉપલબ્ધ છે. ચિકનગુનિયાના IgM એન્ટિબોડીનું highest લેવલ 3થી 5 અઠવાડીયા સુધીમાં જોવા મળે છે. અને લગભગ 2 મહિના સુધી લોહીમાં હાજર રહી શકે છે. ચિકનગુનિયાનાં લક્ષણો ચિકનગુનિયાના લક્ષણોમાં મુખ્યત્વે તાવ આવવો, શરીરમાં દુ:ખાવો, હાડકાંમાં દુ:ખાવો, માંસપેશિઓમાં દુ:ખાવો થવો, શરીરમાં રેશેઝ થવા, નબળાઇ આવવી અને થાકનો અનુભવ થવો. આ લક્ષણો મચ્છર કરડ્યાંના 5થી 7 દિવસ પછી જોવા મળે છે. ચિકનગુનિયાથી બચવાના ઉપાયો આ રોગની કોઈ એવી દવા ઉપલબ્ધ નથી કે જેનાથી વાઇરસને મારી શકાય. માટે સામાન્ય સારવાર જ ચિકનગુનિયા સામે રક્ષણ માટે અતિઉપયોગી ગણાય. પ્રારંભિક ઉપચાર કરીને ચિકનગુનિયાથી આવતા તાવમાંથી છૂટકારો મેળવી શકાય છે. તાવની દવા અને એન્ટિબાયોટિક દવાઓ તેમાં અસરકારક સાબિત થાય છે. સાંધામાં દુ:ખાવાની ફરિયાદ માટે પેઇન કિલર આપવામાં આવે છે. ચિકનગુનિયા રોગ થતો અટકાવવા માટે ઘરમાં અને ઘરની આજુબાજુ પાણીનો ભરાવો રહેવો ન જોઈએ, સંપૂર્ણ શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા જોઈએ, શરીરના ખુલ્લા ભાગે રિપેલેન્ટ ક્રીમ લગાડવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, અગરબત્તી અને ઇન્સેક્ટીસાઇડ વેપોરાઇઝરથી મચ્છરનો ઉપદ્રવ કંટ્રોલ કરવો, સાફ-સફાઇનું સંપૂર્ણ ધ્યાન રાખવું, રાત્રે મચ્છરદાની અને અગરબત્તીનો ઉપયોગ કરવો, ડીડીટીનો સમય-સમય પર છંટકાવ કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..