મોરબી : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શિક્ષકોના 111 પડતર પ્રશ્નો અંગે નવનિયુક્ત શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી સાથે વિલંબિત પડતર પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. દરેક પ્રશ્નો અંગે મંત્રીએ ખૂબ ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી બેઠકમાં ગત તા. 10/09/2021 ના રોજ ડો. હેડગેવાર ભવન ખાતેની રાજ્યની બેઠકમાં સમગ્ર રાજ્યમાંથી આવેલા પ્રશ્નો ઝડપથી ઉકેલાશે એવી આશા સંગઠનને જણાઇ હતી. મંત્રીએ જે પ્રકારે એક એક પ્રશ્નોની કેસ ટુ કેસ ચર્ચા કરી એ સંગઠન માટે અત્યાર સુધીમાં સૌથી વધુ આનંદદાયક ઘટના બની હતી. બોન્ડનો પ્રશ્ન, તાલુકા બહાર ગયેલા શિક્ષકોનો પ્રશ્ન, એચ.ટાટ.ના પ્રશ્નો, એકમ કસોટીનો વિષય, જૂની પેન્શન યોજનાને ફરીથી લાગું કરવાનો પ્રશ્ન, CRC, BRC ના વિષયો, 50% પ્રમાણે છુટા કરવાનો વિષય, વિદ્યાસહાયક બહેનોની પ્રસુતિની રજાઓનો પ્રશ્ન, મહેકમના રેશિયો સુધારો કરવા સહિત સૌથી અગત્યની ચર્ચા લોકલ ફંડમાં અટવાઇ ગયેલી એસ.બી.નો ઝડપથી નિકાલ થઈ 9,20,31ના કેસોનો નિકાલ થાય એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી સાથેની બેઠકમાં રાજ્યના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, સંગઠન મંત્રી ઘનશ્યામભાઈ પટેલ, કોષાધ્યક્ષ અને માધ્યમિકના અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી તથા સહસંગઠન મંત્રી પરેશભાઈ પટેલ જોડાયા હતા. મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઝડપથી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સંગઠનની બેઠક કરાવી પોતે પણ હાજર રહી, શિક્ષકોના પ્રશ્નો અંગે યોગ્ય કરાવવા માટે પ્રતિબ્ધતા વ્યક્ત કરી સંગઠનને પણ ખૂબ સંતોષ થયો અને શિક્ષકોના પ્રશ્નો સાંભળવા બદલ ગુજરાતના શિક્ષકો વતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જીતુભાઈ વાઘાણીનો આભાર પ્રકટ કર્યો હોવાનું યાદીમાં જણાવાયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..