આઈ ખેડૂત પોર્ટલ પર ૩૦મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે મોરબી : મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીની સહાય ઘટકમાં સરકારના બાગાયત ખાતા દ્વારા નિયમોનુસાર ખારેક ફળપાકનુ ટીસ્યુકલ્ચર રોપા દ્વારા નવુ વાવેતર પોતાની માલીકીની જમીનમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં કરેલ હોય તેને માટે નોર્મસ પ્રમાણે પ્લાટીંગ મટીરિયલમા નાના, મોટા અને અન્ય ખેડૂતોને થયેલ ખર્ચના ૫૦% અથવા મહતમ રૂ.૧,૨૫૦/- પ્રતિ રોપા (પ્લાટીંગ મટીરિયલ) તેમજ મહતમ રૂપિયા ૧,૫૬,૨૫૦/- પ્રતિ હેકટરની મર્યાદામા મહતમ ૧.૦૦ હે. સુધી સહાય આપવામાં આવશે. આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:-૨૩ ઉપર અરજી કરી શકાશે. અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો, વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા, વધુ વિગતો માટે ફોન નં. ૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..