કેમ્પમાં જર્મન સાંધો રાહતદરે બદલાવી અપાશે, એક્સ-રે પણ 50 ટકા રાહત દરે કરી દેવાશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની જાણીતી મધુરમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી અને સાંધાની તકલીફ ધરાવતા દર્દીઓ માટે આગામી રવિવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો ઘરઆંગણે આયોજિત આ કેમ્પનો લાભ લેવા દર્દીઓને અપીલ કરવામાં આવી છે.. મોરબીમાં જુના બસ સ્ટેન્ડની સામેની શેરીમાં સાવસર પ્લોટ-9માં મધુરમ ઓર્થોપેડિક હોસ્પિટલ કાર્યરત છે. આ હોસ્પિટલે છેલ્લા 7 વર્ષમાં અનેક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરી દર્દીઓના અંગને સાજા કર્યા છે. હોસ્પિટલના જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. ભાવિક આર.પટેલ (શેરસિયા) સર્જરી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. આ હોસ્પિટલમાં આગામી તા. 26 સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારે 10:30થી 12:30 જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી તથા સાંધાની તકલીફ ધરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેમ્પમાં જર્મન સાંધો રાહતદરે બદલાવી આપવામાં આવનાર છે. સાથે એક્સ-રે પણ 50 ટકા રાહત દરે કરાવી આપવામાં આવનાર છે. કેમ્પનો લાભ લેવા મો.નં. 95370 46446 તથા ફોન નં. 02822 220333 ઉપર એપોઈટમેન્ટ લેવાની રહેશે. આ વિનામૂલ્યે નિદાન કેમ્પનો લાભ લેવા ડો. ભાવિક આર.પટેલ (શેરસિયા) દ્વારા મોરબીવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ એક યાદીમાં જણાવાયું છે. ડો. ભાવિક આર.પટેલ (શેરસિયા) જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન