પોલીસે દેશી દારૂ બનાવાના સાધનો સહિતનો મુદામાલ કબ્જે કર્યો, આરોપી ફરાર વાંકાનેર : વાંકાનેર પોલીસ સ્ટાફે ગઈકાલે માટેલ રોડ પર વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી. પોલીસે દેશી દારૂ બનાવાના સાધનો સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપી હાજર ન મળી આવતા તેની સામે ગુન્હો નોંધી ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે આરોપી રસીકભાઇ ગાંડુભાઇ રીબડીયા (રહે.વીરપર, તા.વાંકાનેર) માટેલ-વીરપર રોડ અરમાનો સીરામીક પાછળ આવેલ પોતાની કબ્જા ભોગવટાવાળી વાડીમા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીના આધારે તે સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસે આ સ્થળેથી પીવાનો ગરમ દેશી દારૂ લીટર ૫ કિ.રૂ. ૧૦૦ તથા ઠંડો દેસી દારૂ લીટર-૨૫ કી.રૂ. ૫૦૦ તથા ગરમ આથો લી.૧૦૦ કિ.રૂ. ૨૦૦ તથા ઠંડો આથો લીટર ૮૦૦ કિ.રૂ. ૧૬૦૦ ગણી તથા ભઠ્ઠી ગાળવાના સાધનો કિ.રૂ. ૨૦૦ મળી કુલ રૂ. ૨૬૦૦ ના મુદામાલને કબ્જે કર્યો હતો. જ્યારે રેઇડ દરમ્યાન આરોપી હાજર નહી મળી આવતા તેની સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..