મોરબીના નવા સાદુળકા ગામની સીમમાં થયેલી મારામારીમાં એક સામે ફરિયાદ મોરબી : મોરબીના નવા સાદુળકા ગામની સીમમાં મારી સામે ડોળા કેમ ફાળે છે કહી યુવાન ઉપર કુહાડીથી ખૂની હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ યુવાને એક શખ્સ સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શિવલાલભાઇ દિનેશભાઇ સુરેલા (ઉ.વ-૨૭, ધંધો-ખેત મજુરી, રહે.-શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાસે મફતીયાપરા મોરબી-૨)એ આરોપી પ્રભુભાઇ બાબુભાઇ સુરેલા (રહેવાસી-ભડીયાદ કાંટા પાસે ૫૫૫ કારખાનાની બાજુમાં મોરબી-૨) ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૧ ના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં મોરબીના નવા સાદુળકા ગામની સીમ કૈલાશભાઇ કાનજીભાઇ જીંજવાડીયાની વાડીએ આરોપીએ ફરીયાદીને કેમ મારા સામે ડોળા ફાળે છે તેમ કહી ફરીયાદીને જેમફાવે તેમ ગાળો આપી વાડીએ ઓરડીની બાજુમાં બાવળ કાપવાની કુહાડી પડેલ હતી તે લઇને ફરીયાદીને કુહાડીનો માથામાં એક ઘા મારી માથામાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરી હતી. આથી યુવાનને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં તેણે આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..