વિજયભાઈ દલસાણીયાનું સભારાવાડી પ્રા.શાળા અને S.M.C. કમીટી તેમજ સભારાવાડી દ્વારા સન્માન કરાયું મોરબી : સભારાવાડી પ્રા.શાળા મોરબી ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું સભારાવાડી શાળા પરિવાર અને s.m.c. કમીટી દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં વિજયભાઈ દલસાણીયાનું સભારાવાડી પ્રા.શાળા અને S.M.C. કમીટી તેમજ સભારાવાડી દ્વારા સન્માન કરાયું હતું. આ તકે મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ભરતભાઇ બાવરવા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર, s.m.c.સભ્ય જયેશભાઇ બાવરવા, C.R.C.કો-ઓર્ડિનેટર બાબુલાલ દેકાવડિયા, ડો.અમૃતલાલ કાંજીયા, અશ્વિન કંઝારીયા, સોનલ અંબારામભાઈ, શિતલ અંબારામભાઈ, ગૌતમ ગોવિંદભાઇ અને વિદ્યાર્થીઓ તેમજ કાંતિલાલ પરમાર દ્રારા વિજયભાઈ તથા વાડીના કાર્યકર્તાનું પણ હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. તથા ગોકુળનગરના આચાર્ય વિનોદભાઈ ગોધાણી તથા સંધના પ્રતિનિધિ નિતેશભાઈ રંગપડિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચુનિલાલ પરમાર, નગરપાલિકા કાઉન્સિલર અંબારામભાઈ કવાડિયા, પ્રાથમિક શિક્ષક સંધના પ્રતિનિધિ નિતેશભાઈ રંગપડીયા, મગનભાઈ મોરડિયા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ બળદેવભાઈ મેરજા, સી.આર.સી.કોર્ડિનેટર આંબાવાડી બાબુલાલ દેલવાડિયા, તથા રાજેશભાઈ કંઝારીયા તથા આંબાવાડી તા. શાળા આચાર્ય તથા પેટાશાળાના આચાર્યઓએ હાજરી આપી હતી. આ તકે એસ.એમ.સી.ના અધ્યક્ષ મૂળજીભાઈ પરમાર, સભ્યઓ અંબારામભાઈ હડિયલ, નાનજીભાઈ ડાભી, ગોવિંદભાઇ પરમાર, લાલજીભાઇ કંઝારીયા તથા તમામ વાલીઓ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સાથે શાળાના આચાર્ય ભરતભાઇ બાવરવા, આ.શિ.મહેશભાઈ સંધાણી અને તમામે સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન આ.શિ. જયંતીભાઈ કોટડિયાએ કર્યુ હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..